લે-વેંચ અંગે વ્યવહાર કરતી વખતે ધ્યાન રાખવાપત્ર મુદ્દાઓ

  • કોઈ પણ વસ્તુ ખૂબ ઓછી કિમતમાં  વેચવાનો દાવો કરવામાં આવેલ હોય ત્યારે ખૂબ જ સાવચેતીથી તમારી કક્ષાએથી ખરાઈ કરી લેવી જરૂરી બને છે. કેમકે આવા કિસ્સામાં લાલચ આપીને છેતરપિંડી કરવાની સંભાવના વધી જાય છે. 
  • સસ્તી વસ્તુ મેળવવાની લાલચમાં ક્યારેય એડવાન્સમાં પેમેન્ટ ના કરવું.
  • વસ્તુની લે વેચ માટ રૂબરૂમાં જાહેર જગ્યાએ મુલાકાત કરવી જોઈએ અને સાથે કોઈ મિત્રને રાખો.
  • મકાન/જમીન/દુકાન/વાહન/પ્લોટ જેવી મિલકતો ની લે-વેંચ કરતાં પહેલા તમામ દસ્તાવેજો, લોન અથવા ટાઇટલ ક્લિયર અંગે તમામ ઇતિહાસ અંગે ખાસ ખરાઈ કરી લેવી , જરૂર લાગે તો કોઈ જાણકાર ની સલાહ લેવી હિતાવહ છે .
  • મોબાઈલ/કોમ્પ્યુટર/લેપટોપ/પ્રિન્ટર જેવા ઇલેક્ટ્રીક સાધનોની લે વેંચ કરતી વખતે તેની કંડીશન અને વોરંટી-ગેરેંટી તથા બિલ વગેરેની ખરાઈ કરવાનો આગ્રહ રાખો.
  • પેમેન્ટ લેવા માટે સામેની વ્યક્તિને તમારા બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC code સિવાય અન્ય કોઈપણ માહિતી આપશો નહીં. 
  • ઓનલાઈન પેમેન્ટ મેળવવા માટે QR code સ્કેન કરવાની કે OTPની જરૂરિયાત હોતી નથી જે ખાસ ધ્યાનમાં રાખવું. 
  • તમારી પર્સનલ માહિતી કોઈપણ સાથે share કરતી વખતે સાવચેત રહો.
  • નોકરીની જાહેરાતમાં ઓનલાઇન ઘરબેઠા કામની લોભામણી જાહેરાતોથી છેતરાવું નહી અને કોઈ પૈસા જમા કરાવવા નહી.
  • પોલીસ અધિકારી કે આર્મી કે કસ્ટમ અધિકારી કે ક્રાઇમ બ્રાન્ચના નામે આવતા ફોનથી સાવધાન રહો.
  • બ્લેકમેલના કિસ્સામાં ડરીને કોઈપણ રકમ ટ્રાન્સફર કરવી નહી. તાત્કાલિક નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરો.
  • સસ્તું કે મફતની લાલચમાં ન આવો અને પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી વસ્તુની ખરાઈ કરો. 
  • વધુ માહિતી કે સૂચન માટે Contact us પર અમારો સંપર્ક કરી શકો છો. 

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.